આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન ના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટ ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ,મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમને મજબુત બનાવવા માટે મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે વર્ષાબેન લીંબડ ની નીમણુંક કરવામાં આવી છે.વર્ષાબેન ખુબ જ મહેનતુ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને મહિલા સંગઠનમાં ખૂબ જ મજબૂતાઈ ધરાવે છે.
વર્ષાબેન છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે સત્તત કામ કરતા હતા અને પ્રજા ના પ્રશ્નનો ને વાંચા આપવાનું કામ કર્યું છે. અને આ સાથે મોરબી જિલ્લા OBC વિંગ ના પ્રમુખ તરીકે હિરેનભાઇ વૈષ્ણવની નીમણુંક કરવામાં આવી છે. હિરેનભાઇ વૈષ્ણવ આમ આદમી પાર્ટી ના પાયા ના કાર્યકર અને હિરેનભાઇ વૈષ્ણવ ચાણક્ય નીતિમાં માહિર છે અને મજબૂત નીડર યુવા નેતા ની છાપ ધરાવે છે



