મોરબી મુખ્ય ડાકઘર પોસ્ટ ઓફીસમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવાનો પ્રારંભ

ગુજરાત રાજ્ય હાલ ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવાની હોય પોસ્ટ વિભાગને પણ આ કામગીરી ની સેવા સોંપવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં પણ હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. તો મોરબી શહેરના તમામ નગરીકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી હોય તેઓએ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં સવારે ૮:૦૦ થી ૧:૦૦ દરમિયાન રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે.

આ ઈ કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે નાગરિક ને કોઈ પણ ચાર્જ આપવા નો થતો નથી. રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે ડોકીયું મેન્ટ માં પોતાનું રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ સાથે રાખીને ને આ સેવાનો મોરબી શહેર ના નાગરિકોએ બહોળી સંખ્યામાં ખાસ લાભ લેવા મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં હાજર રહેશો મોરબી મેઈન પોસ્ટ ઓફિસ નાં એસપીએમ પરાગ વસંત ની યાદી માં જણાવાયું છે.