હળવદના વેગડવાવ ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું: 1.30 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતના મકાનમાં 1.30 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતી કરતા નરેશભાઈ માંડણભાઇ ગોયલએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતાના રહેણાંક મકાનમાં રૂમમાં આવેલ પાછળની બારી તોડી કોઇ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના ઘરના રૂમમાં તીજોરીમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે ૩૫ ગ્રામ કિ.રૂ.1,05,000 તથા ચાંદીના દાગીના વજન આશરે 500 ગ્રામ કિ.રૂ.25,000 મળી કુલ રૂપીયા 1,30,000ની મતાની ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.