ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ-બીયર અને કાર સહીત 7.39 લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરની ક્રેટા કાર નેકનામ જોધપર ગામ તરફથી આવવાની છે જે કારમાં દારૂ અને બીયરનો જથ્થો ભરેલ છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને રોકી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 318 કીમત રૂ.1,24,362 અને બીયર નંગ 48 કીમત રૂ.5,562 મળી આવતા દારૂ-બીયર અને કાર તેમજ 2 મોબાઈલ સહીત કુલ રૂ.7,39,930નો મુદામાલ કબજે લીધો હતો. તેમજ કારમાં સવાર આરોપીઓ ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા તા.ટંકારા) અને કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે જોધપર ઝાલા તા. ટંકારા એમ બે ઇસમોને ઝડપી લીધા છે અન્ય આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (રહે.અગાભી પીપળીયા તા. વાંકાનેર) વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.




આ કામગીરીમાં પોલીસ ઇન્સેકટર કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, જયપાલસિંહ PC તેજાભાઇ ગરચર, પેકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેષભાઇ ફેફર સહિતના પોલીસ જોડાયા હતા.
