માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા 20 વર્ષિય મહેશ્વરીબેન જીતુભાઈ લોબરીયા નામની યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.




