વાંકાનેરના મહિકા ગામે સરપંચ-ટીડીઓ-મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરવું યુવાનને ભારે પડ્યું, 3 શખ્શો છરી વડે હુમલો કર્યો

વાંકાનેર તાલુકાના મહિકા ગામ જવાના રસ્તે ત્રણ અજાણ્યા ઈસમોએ યુવાન પર છરી વડે હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયભાઈ શીવાભાઈ ચાવડા નામના યુવાને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વિજયભાઈએ મહિકા ગામના સરપંચ, ટી.ડી.ઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી છે જેનું મનદુઃખ રાખી ત્રણ અજાણ્યા ઇસમોએ ગત તા. 03 માર્ચના રોજ રાત્રીના મહિકા ગામ જવાના જુના રસ્તે પુલના છેડા પાસે આવી માથામાં છરી વડે ઈજા કરી લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે