મોરબીના લાતી પ્લોટમાં આવેલ કારખાનામાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી આરોપી ધર્મેશ અનિલભાઈ મુજારીયા (રહે.શક્ત શનાળા) વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીએ વિદેશી દારૂની આ બોટલ આરોપી સાગર ગૌસ્વામી (રહે.વાવડી રોડ) વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.