મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરાઈ

રાષ્ટહિતની ભાવના સાથે કચ્છથી કન્યાકુમારી સાઇકલયાત્રા લઈ નીકળેલ મહિલાઓને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાઈ

“સુરક્ષિત કિનારો સમૃદ્ધ ભારત ” ની થીમ સાથે 25 દિવસમાં 3000 કિલોમીટર કચ્છ થી કન્યાકુમારી સુધી CISF દ્વારા 14 મહિલાઓ સાથે 125 જવાનોના કાફલો મોરબી આવી પહોંચ્યો હતો ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા મહિલા દિવસના અનુસંધાને જે મહિલાઓ કચ્છથી કન્યાકુમારી સાયકલ યાત્રાએ નીકળી હતી, એ મહિલાઓની બહાદુરી હિમ્મત અને સોંર્યને સલામ કરવા સાથે દેશકી બેટી માટે ગર્વની લાગણી અનુભવી હતી.

જે મહિલાઓ દેશની રક્ષા માટે પોતાની જાનની પણ પરવા નથી કરતી. મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આવી રાષ્ટ્રને સમર્પિત મહિલાઓને સન્માનિત કરવા સાથે આવી કાળઝાળ ગર્મી અને લાંબી સાયકલ યાત્રામાં ખુબ ઉપયોગી થાય તેવી એક લીટર મિલ્ટનની વોટર બોટલ સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરવામાં આવી હતી જે તેમને કઠીન સફરમાં ખુબ ઉપયોગી થશે. સાથે આવા રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં સહભાગી બનાવવા બદલ ધારાસભ્યના પણ આભારી રહીશુ.