હળવદના ધનાળા ગામના પાટીયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ધુસ્યો: એકનું મોત

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર નવા ધનાળા ગામના પાટીયા નજીક અમૃત સીડસ ઇન્ડસ્ટ્રીઝની સામે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ કચ્છના ગાંધીધામમાં ઇન્દિરાનગર ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ ઇકમભાઈ રાવતએ આરોપી ટ્રક રજીસ્ટર નં.GJ12-BW-2992ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર નં.GJ12-BW-2992 વાળુ માળીયા હળવદ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નવા ધનાળા ગામના પાટીયા નજીક આગળ ખરાબ થઇ બંધ પડેલ ફરીયાદિના લાકડા ભરેલ ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નં.GJ12-BX-7525ના પાછળના ભાગે ઝાડી ઝાખરા તથા પથ્થર વડે આડાસ તથા સાઇડ સીગ્નલ ચાલુ હોય તેમ છતા પાછળના ઠાઠાના ભાગે ભટકાડી એકસીડન્ટ કરી પોતાના શરીરે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર પોતાનુ મોત નીપજાવી તથા ફરીયાદિને ડાબા કાનની પાછળ તથા જમણા પગની આંગળીઓમા ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરીયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.