ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વિજળીના સ્માર્ટ મિટર લગાવવામાં આવી રહ્યા છે. લોક લાગણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા માટે મોરબી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




