મોરબીમાં વ્યાજખોરે યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મોરબીના અવધ 4 શેરી 7 નાની કેનાલ રોડ પર રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવરએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે.બોરીચા પાસેથી ગૌરવભાઈ એ આગાઉ વ્યાજે રૂપિયા લીધેલ હોય અને અડધા રૂપિયા ગૌરવભાઈ એ તેને ચૂકવી આપેલ હોય તેમ છતાં મોરબીના ભરતનગર જતાં રસ્તે નાની કેનાલ રોડ પર આરોપી ભરતભાઈ ઉર્ફે બી.કે.બોરીચાએ ગૌરવભાઈ પાસે મૂળ રકમની માંગણી કરતા ગૌરવભાઈ એ તેના વિરુધ્ધ અગાઉ વ્યાજવટાની ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફોનમાં ગાળો આપી રૂપિયા પરત નહિ આપ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે




