મોરબીના સામાકાંઠે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમી આધારે ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી આરોપી જીગ્નેશભાઈ રાજેશભાઇ ચૌહાણ (રહે.ભડીયાદ રોડ ભડિયાદ કાંટાની બાજુમાં)વાળા પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા લખેલ ચીઠ્ઠી તેમજ રોકડા રૂ.1200 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.