વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી દેશીદારૂ ભરેલ મહિન્દ્રા ગાડી સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. તથા દેશીદારૂ, મહિન્દ્રા કંપની ગાડી, તથા મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરેલ હતો.
મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યા હોય તે દરમિયાન મળેલ બાતમી આધારે વઘાસીયા ટોલનાકા પાસેથી દેશીદારૂ 400 લીટરથી ભરેલી મહિન્દ્રા TUV-300 સાથે દશરથભાઈ રમેશભાઈ કણઝારીયા (રહે.સમાત્પર તા.સાયલા) તથા શામજી ઉર્ફ વિજય સુખાકારી સારલા (રહે.નળખંભા તા.થાનગઢ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દેશીદારૂ લીટર 400 (કિં.રૂ.80,000), મહિન્દ્રા કંપનીની TUV-300 નં.GJ03-JC-6751 (કિં.રૂ.2,00,000) તથા મોબાઇલ નંગ 4 (કિં.રૂ.31,000) સહિતનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જ્યારે અન્ય મેરામણ ઉર્ફ રાહુલ કણઝરીયા (રહે.સમાત્પર તા.સાયલા) તથા સન્ની (રહે.શનાળા મોરબી)વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.




