મુળ લીંબડી તાલુકાના અચારડા ગામના વતની અને હાલ મોરબી રહેતા દિવ્યરાજસિંહ રાણાને તાજેતરમાં રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં મહારાણા સ્મૃતિ સંસ્થાન ॐ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા આયોજિત 21મો સ્કીલ એવોર્ડ સેરેમમાં મહારાણા પ્રતાપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દિવ્યરાજસિંહ રાણાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નેશનલ હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. અને જયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલ નેશનલ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં હોકી કેપ્ટન તરીકે તેમના માર્ગદર્શનથી ચાર મેચમાં મેદાન માર્યું હતું. તેઓ 3 વર્ષ સુધી યુનિવર્સિટીમાં હોકીમાં કેપ્ટન તરીકે રહી ચુક્યા છે. દિવ્યરાજસિંહ રાણાએ અત્યાર સુધીમાં 50થી વધુ એવોર્ડ, અઢળક પ્રમાણપત્ર, 8 મેડલ જેમાં સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેળવી ચુક્યા છે. ત્યારે હાલમાં મહારાણા પ્રતાપ એવોર્ડથી તેમનું સન્માન થતાં ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.




