મોરબીમાં છેલ્લા 14 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરનાર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ને અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવી.
વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સીવણ ક્લાસ, પાર્લર ક્લાસ તેમજ નવ સમૂહ લગ્ન થકી 276 ગરીબ કન્યાઓને પ્રભુતામાં પગલાં મુકાવેલ છે તેમજ ગરીબ પરિવારની કન્યાઓને ટ્રસ્ટ દ્વારા શિક્ષણમાં મદદરૂપ થતું હોવાના કારણે અમદાવાદ ખાતે મહિલા દિન નિમિત્તે AMA હોલમાં યોજાયેલ COL WOMANIA AWARDS 2025 કાર્યક્રમમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પરેશકુમાર પારીઆ ને એવોર્ડ આપી સન્માનિત કરાયા.




COL WOMANIA AWARDS 2025 કાર્યક્રમમાં ઘણા બધા સેવાકીય કાર્ય કરનાર વ્યક્તિઓને તેમજ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા આ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ચહેરાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં લોકપ્રિય “ભાઈ ભાઈ” ફેમ ગાયક અરવિંદ વેગડા અને પ્રતિષ્ઠિત અભિનેત્રી જૈમિની ત્રિવેદીની Neepa Singh – Mrs. United Nations Beauty Pageant Winner, અદિતિ ઠાકોર – પુરસ્કૃત ફિલ્મ નિર્માતા અને શિક્ષણવિદ, અંજલિ કૌશિક – રાજકીય નેતા, ઘનશ્યામ પટેલ – Bharat Times News ના માલિક અને મુખ્ય મેનેજિંગ ડિરેક્ટર, નીલ સોની – નગરપાલિકા સેવક, Gayatri Parivar Trust મંત્રી, સપના વ્યાસ – અભિનેત્રી – હેલ્થ કોચ – સામાજિક પરિવર્તનકર્તા, Miss. જીગ્નાશા ઠાકોર – PA to MP | માનવતાવાદી | પરિવર્તન લાવનાર સહિતના સામાજિક અગ્રણીઓ, ડોક્ટર, વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
COL WOMANIA AWARDS-2025 એ એક પરિવર્તનની લહેર છે, જે મહિલાઓ અને પુરુષોને સમાન રીતે ઉજવણી માટેનું એક મંચ પ્રદાન કરેલ.
