મોરબી : સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને રંગો અને પિચકારી આપી હોળીના પર્વની ઉજવણી કરાઈ

મોરબી: હોળી ના પાવનપર્વ નિમિતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી તેમજ રંગબેરંગી કલર આપીને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી શહેર યુવા મોરચા ના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા , યુવા ભાજપ આગેવાન હિરેનભાઈ કરોતરા, યુવા રાજપૂત સમાજ આગેવાન ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ વાળા તેમજ એડવોકેટ ધર્મભાઈ રાવલ સહિત યુવાનો એ નાના બાળકો સાથે તહેવાર ની ઉજવણી કરી હતી.