મોરબીના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સીમાં રહેતો યુવાન છેલ્લા બેથી અઢી માસ જેટલા સમયથી જેલમાં હોય ગઈકાલે જેલમાંથી મુક્તિ મળ્યા બાદ ઘેર આવ્યો હતો. જો કે જેલમાંથી છૂટીને આવ્યા બાદ ટેન્શનમાં મનમાં લાગી આવતા ફ્લેટમાંથી પડતું મુકતા નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સીમા રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર ઉ.41 નામનો યુવાન છેલ્લા બેથી અઢી માસ જેટલા સમયથી જેલમાં હોય ગઈકાલે તા.12ના રોજ જેલમાંથી છૂટ્યા બાદ ઘેર આવ્યો હતો. જો કે ઘેર આવ્યા બાદ સંજયભાઈ ટેન્શનમાં હોવાની સાથે મનમાં લાગી આવતા ફ્લેટમાંથી પડતું મુકતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં શનાળા રોડ ઉપર સ્પામા દરોડો પાડી સીટી એ ડિવિઝન પોલીસે મૃતક સંજયભાઈ ગરચર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




