બકરા ચરાવતા શખ્શની દાદાગીરી: વાડી માલિકે ઝટકો બંધ નહિં કરતા પતાવી દેવાની ધમકી

હળવદ શહેરમાં આવેલ તક્ષશિલા સ્કૂલ પાસે વાડી વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે વાડી માલિકને સોલાર ઝટકો બંધ કરવાનું કહેતા વાડી માલિકે ઝટકો બંધ નહિ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે રહેતા ફરિયાદી ત્રિભોવનભાઈ રામજીભાઈ ધારીયાએ આરોપી રાજુ ઇન્દુભાઈ ભરવાડ રહે.બસસ્ટેન્ડ પાછળ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.11ના રોજ તેઓ પોતાની વાડીએ હતા ત્યારે આરોપી રાજુ ભરવાડ બકરા ચારવા માટે આવ્યો હતો અને વાડીના શેઢે મુકેલ ઝટકો બંધ કરવા કહેતા ફરિયાદી ત્રિભોવનભાઈએ ઝટકો બંધ કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી રાજુ ભરવાડે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.