ટંકારા પોલીસે લજાઇના ભરડીયા રોડ ઉપર એક કોમ્પ્લેક્સની છત ઉપર દારૂનો જથ્થો છુપાવી બુટલેગર વેચાણ કરી રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની નાની – મોટી 192 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા સમયે બુટલેગર હાથ લાગ્યો ન હતો.
ટંકારા પોલીસે બાતમીને આધારે લજાઇના ભરડીયા રોડ ઉપર મા પાર્વતી હોટલ લખેલા કોમ્પ્લેક્સમાં દારૂનું વેચાણ થતું હોવાની હકીકતના આધારે દરોડો પાડતા કોમ્પ્લેક્સની છત ઉપરથી વિદેશી દારૂની નાની – મોટી 192 બોટલ કિંમત રૂપિયા 78,660 મળી આવતા તપાસ દરમિયાન આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા ઝાલા (રહે.લજાઈ) વાળાએ દારૂ છુપાવ્યો હોવાનું સામે આવતા પોલીસે હાજર નહિ મળી આવેલા ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.




