વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને માર મારતા પત્ની રિસાઈ જતા મનોમન લાગી આવતા પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં શિવાય ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાટર્સમાં રહેતા રોશનભાઈ બસંતભાઈ ધ્રુવ ઉ.23 નામના યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થતા પત્નીને માર માર્યો હતો. બાદમાં પત્ની રિસાઈને સુઈ જતા પતિ રોશનભાઈએ મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે..




