મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ-2 ડેમ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી એલસીબીએ ઝડપી પાડ્યો છે.
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં નીરૂ વિસ્તારમાં મચ્છુ-2 નદીની પટ નજીક અવાવરું જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 700 લિટર આથો તથા 450 લીટર દેશી દારૂ અને મુદ્દામાલ મળી આવતા પોલીસે 1,07,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સ્થળ ઉપરથી આરોપી વિશાલ કાનાભાઇ ઉઘરેજા (રહે.લીલાપર ગામ તા.જી.મોરબી મુળ ગામ સરંભડા તા.હળવદ જી.મોરબી) વાળાની ધરપકડ કરી હતી અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા (રહે.લીલપર ગામ તા.જી.મોરબી) વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં પોલીસે બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.



