અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન કરાયું

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની બહેનોએ આજે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, ચેતનાબેન કાસુન્દ્રા, આરતીબેન ચાવડા, જાગૃતિબેન પરમાર, રેખાબેન કૈલા, ચાંદનીબેન સહિતની બહેનો ઉપસ્થિત રહીને જયંતિભાઈ રાજકોટિયાને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભેટ આપી શુભકામનાઓ પાઠવી હતી.