મોરબી શ્રીસ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

૧૦૦૮ પોથીયાત્રા, ૩૫૦૦ વાનગીનો અન્નકૂટદર્શન,શ્રીમદ્દ સત્સંગીજીવન કથા,યજ્ઞ,ધૂન,સહિત કાર્યક્રમો યોજાયા

મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ પ પૂ સદગુરુ શ્રી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિ માં ધામધૂમ ભક્તિભાવ થી તા ૬ થી૧૨ માર્ચ ઉજવાયો જેમાં ૧૦૦૮ ભવ્ય પોથીયાત્રા વક્તા પ પૂ શાસ્ત્રી શ્રી જગતપ્રકાશ દાસજી સ્વામી,પ પૂ પુરાણી શ્રી દિવ્યપ્રકાસદાસજી સ્વામી ની સુંદર વાણી માં શ્રીમદ્દ સત્સંગીજીવન કથા યોજાઈ,૩૫૦૦ વાનગી, વિશાળ અન્નકૂટ દર્શન,શ્રી હરિયાગ યજ્ઞ, મહામંત્ર ધૂન, શાકોત્સવ,પૂજનવિધિ, મેડિકલ ,રક્તદાન કેમ્પ,સહિત કાર્યક્રમો રંગેચંગે ધામધૂમથી ઉજવાયા હતા.જેનો દરરોજ હજારો ની સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો

આ મહોત્સવ માં પ પૂ સદગુરુ શ્રી ઓ દેવપ્રકાશ સ્વામી (વડતાલ),પ્રેમસ્વરૂપદાસજી સ્વામી (જૂનાગઢ) શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી (ધ્રાંગધ્રા) શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી (જામનગર) સત્સંગજીવનદાસજી સ્વામી (વસ્તડીધામ) ચેતન્યપ્રિયદાસજી સ્વામી સતાધાર અમદાવાદ,શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી (ધ્રાંગધ્રા) શ્રી શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામી (રામેશ્વર) બાલમુકુંદ સ્વામી (સરધાર) માધવપ્રિયદાસજી સ્વામી (વસ્તડીધામ) સહિત સંતો મહંતો ઉપસ્થિત રહી ભાવિકો ને આશીર્વચન પાઠવ્યા હતા.આ મહોત્સવ ને સફળ બનાવવા સંસ્કારધામ મંદિર ના સંતો મહંતો ટ્રસ્ટીમંડળ ને યુવા ટીમ મહિલા મંડળ સહિત એ ભારે જહેમત ઉઠાવી હતી