હળવદના અજીતગઢ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

હળવદ ટીકર ચોકડી પાસે અજીતગઢ રોડ પર કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે.

હળવદ પોલીસ દ્વારા ટીકર ચોકડી પાસે અજીતગઢ રોડ પર જાહેરમાં મારુતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવીલ કાર રજીસ્ટ્રેશન નં. GJ36-AL-8111 વાડીમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વિસ્કીને 72 તથા વાઈટલેસ વોડકાની 144 ઉપરાંત બિયરના 12 નંગ મળી આવતા કુલ કિંમત રૂ.62,052નો વિદેશી દારૂ તથા ગાડીની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ કિંમત રૂ.,62, 052 રૂપિયાના મુદ્દામાલ સાથે હાજર મળી આવતા આરોપી જગદીશભાઈ ગંગારામભાઈ બામણીયા (રહે.વજેપર) વાળાને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.