ટંકારા : સરૈયા ગામ નજીકથી વિદેશી દારૂની 11 બોટલ સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ

ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલી એક હોટલની બાજુમાં વિદેશી દારૂની 11 બોટલ સાથે એક શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.

ટંકારા પોલીસે ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલ લક હોટલની બાજુમાં કોઈપણ આધાર કે પાસ પરમિટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલિશ દારૂની નાની બોટલો કંપની સીલપેક કાચની બોટલો જે દરેક બોટલ પર mcdonald’s નંબર વન ને 11 સીલપેક બોટલ કિંમત રૂપિયા 1562 સાથે આરોપી પ્રિન્સ મગનભાઈ ભાગયાને ઝડપી પાડવામાં આવે છે સાથે અન્ય એક આરોપી ગીરીશભાઈ સંઘાણીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.