મોરબીમાં લગ્નની લાલચ આપી વિધર્મી શખ્શ સગીરાને ભગાડી લઈ ગયો

મોરબી શહેરમાં સગીરવયની દિકરીને વિધર્મી શખ્શ ભગાડીને લઈ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી ગત તા 10 ના રાત્રી દરમિયાન અપહરણ કરી લઇ ગયો હતો સવારે પરિવાર ઘરે ઉઠતા દીકરી ઘરમાંમળી ન આવતા પરિવાર દ્વારા તપાસ કરવામાં આવી હતી જોકે પત્તો લાગ્યો ન હતો જેથી સગીરાની માતા એ ક રણછોડ નગરમાં રહેતા રીયાઝ યુસુફભાઈ સામતાણી નામનો શખ્સ લગ્નની લાલચ આપી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે પોલીસે પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમ તેમજ અપહરણ અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્ય વાહી હાથ ધરી હતી.