મોરબીના ગાંધી ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા પાંચ ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો મુજબ મોરબીના ગાંધી ચોક નજીક અબ્બાસભાઈ અકબરભાઈ ખુરેશી, નીતીનભાઈ તરશીભાઈ ચાવડા, સફીભાઈ તારમામદભાઈ મોટલાણી, મનીષભાઈ મહાદેવભાઈ મહાલીયા તથા ભાવેશભાઈ જેન્તીભાઈ ઠક્કર સહિતના પાંચેય ઇસમો જુગાર રમતા એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય જુગારી વિરૂદ્ધ હાલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




