હળવદના ઇસનપુર ગામે વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતા યુવાનનું મૃત્યુ

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ગઈકાલે તા.16/03 ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ થ્રેસર ઉપર કામ કરતા હતા, ત્યારે ઉપર પસાર થઈ રહેલા વીજ લાઇનને અડકી જતા પ્રકાશભાઈને જોરદાર વીજ-કરંટ લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

જેથી મૃતક પ્રકાશભાઈનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે અકાળે મૃત્યુને ભેટેલા પ્રકાશભાઈના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી, પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.