ટંકારના જોધપર ઝાલા ગામે બુટલેગરના ઘરે ગેરકાયદેસર વીજ કનેકશન ઝડપાયું

ટંકારાના જોધપુર ઝાલા ગામે કુલદીપ સિંહ પ્રવિણસિંહ ઝાલા અને એના ભાઈ જયપાલ પ્રવીણસિંહ ઝાલા જેમની ઉપર દારૂના તેમજ પોલીસ પર અસર કરવાના સહિત અલગ અલગ ગુના દાખલ થયેલ છે તેવા બદમાશ ગુંડાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સારું ડીવાયએસપી સમીર સારડા સાથે ટંકાર પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાશિયા સહિત ટંકારા પોલીસ તેમનું ઘર ચેક કરવા ગઈ ત્યારે ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવતા ડી.જે.મનાત, એન્જિનિયર અને કે જે કોચરા જીઇબી પડધરીની ટીમને બોલાવીને આ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા. અને આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક લાખ રૂપિયા જેવો દંડ થઈ શકે છે. તેમ ડીવાયએસપી સમીર સારડાની યાદીમાં જણાવાયું છે.