ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ (રહે. હાલ મોરબી લાતી પ્લોટ શેરી નં-૪ મુળ મોરબી મહેન્દ્રપરા શેરી નં-૨૧), આશીતભાઇ દિનેશભાઇ પસાયા (રહે.હાલ નસીતપર ગામ અશોકસિંહ ઝાલાની વાડીમાં મુળ ગામ ગાંગેડી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ) તથા અકીલજાવેદ અબ્દુલભાઇ ચૌહાણ (રહે. મોરબી મહેન્દ્રપરા શેરી નં-20)વાળા એમ ત્રણ જુગારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. રેઇડ દરમિયાન ટંકારા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.5,900 કબ્જે લઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધામ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



