મોરબીમાં મકાન ભાડે ન મળવાના ટેન્શનમાં પ્રૌઢનો ગળાંફાસો ખાઈ આપઘાત

મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં ભાડે રહેતા મૃતક રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ (ઉવ.52)એ ગઈકાલ તા.18/03 રોજ ઉપરોક્ત ભાડેના મકાનમાં ગળેફાંસો ખાઈને મોત વ્હાલું કર્યું હોય ત્યારે મૃતકના પત્ની ચંદ્રિકાબેન દ્વારા પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું કે તેઓ જે મકાનમા ભાડેથી રહેતા હોય તે મકાન માલીક દ્વારા આજથી દશેક દિવસ પહેલા કોઇ બીજી વ્યકિતને મકાન વેચાણ કરી નાખેલ હોય, ત્યારે મૃતક રાજેશભાઇને બીજી કોઇ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઇ શકેલ ન હોય જે બાબતે ટેન્શનમા આવી જતા પોતાના ઘરે જાતેથી ગંળેફાંસો ખાઇ લીધો હતો, હાલ મોરબી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવમાં અ. મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે