મોરબી શહેરના જેલ રોડ પર વાઘપરા નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જેલ રોડ પર વાઘપરા નાકા પાસે આરોપીએ પોતાના હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં.GJ03-BL-6813 જેની કિંમત રૂ.25,000 વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-01 કિં રૂ. 300 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રતીકભાઇ દીલીપભાઇ સોનાગ્રા (રહે. જેલ રોડ વાઘપરા નાકા પાસે મોરબી) વાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ બ્રીજરાજસિંહ ક્રુષ્ણસિંહ ઝાલા (રહે. પરસોત્તમ ચોક મોરબી)વાળાનુ નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



