મોરબીના ભડિયાદ નજીકથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ. જી. પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, મચ્છુ-૨ ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ હાલે એક દેશી જામગરી બંદુક સાથે હોવાની બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યાએ જઇ વોચ કરતા ગેરકાયદેસર જામગરી બંદુક નંગ -01 કિં રૂ.2000 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા (રહે. ભડીયાદ કાંટા પાસે મોરબી)વાળાની અટક કરી આર્મ્સ એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.