મોરબીના નવાડેલા રોડ અશોક પાન પાસે રહેતા આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંન્દ્રકાંતભાઈ ધોળકિયાએ કુંભારશેરીમા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-22 કિં રૂ.27,423 ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે આરોપીની પુછપરછ કરતા વિદેશી દારૂ અજાણ્યા ટ્રક ચાલક પાસેથી મેળવેલ હોવાનુ જણાતા તેમજ અન્ય એક શખ્સ અંકિત અરૂણભાઇ રાઠોડ (રહે. મોરબી)વાળાનુ નામ ખુલતા કુલ ત્રણ ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
