મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર નજીક જાહેરમાં ગંજીપત્તાના પત્તા વડે નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં નવઘણ ભગુ લાકડીયા, જીતેન્દ્ર પ્રેમજી અગેચાણીયા, માલદેવ દાદુ લાકડીયા તથા રમેશ વેરશી વિંજવાડીયા (તમામ રહે. મોરબી-2 ઇન્દિરાનગર) વાળાને રોકડા રૂ.2,520 સાથે ઝડપી લેઇ તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
