આજે રાત્રે : મોરબીમાં કવિ સંમેલન વીરરસ તથા હાસ્યરસ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા કવિ સંમેલન વીરરસ તથા હાસ્યરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ “રાયગઢ કિલ્લા” શિવાજી મહારાજ મહાનાટક મેદાન, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે આજે તારીખ 23 માર્ચને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, અમદાવાદ તથા ગાંધીનગરના કવિગણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.