મોરબી: આજ રોજ તારીખ 23 માર્ચ એટલે કે શહિદ દિન નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તથા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.



