મોરબી: દતક વિધાન અંતર્ગત દતક ઇચ્છુક દંપતિઓ એકલી મહિલા અને એકલા પુરૂષ તથા કુદરતી સંતાન ઉત્પતિ શક્ય નથી તેવા દંપતિઓ જેઓ ત્યજાયેલા, સોંપાયેલા બાળકોને ખાસ દતક સંસ્થા દ્વારા દતકગ્રહણ કરી શકે છે.
દતકગ્રહણ કોણ કરી શકે છે ? : દતક ઇચ્છુક દંપતિઓની પાત્રતા દયજુથ મુજબ નીચે મુજબ વર્ણીત કરી શકાય છે. દતક લેવાનાર બાળકની ઉંમર ૪ વર્ષ સુધીની હોય તો દતક ઇચ્છુક દંપતિની સંયુક્ત ઉંમર ૯૦ વર્ષ તથા એકલા ભાવિ માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષ હોવી જોઈએ



દતક લેવાનાર બાળકની ઉંમર ૪ વર્ષ સુધી થી ૮ વર્ષ સુધી હોય તો દતકઇચ્છુક દંપતિની સંયુક્ત ઉંમર ૧૦૦ વર્ષ તથા એકલા ભાવિ માતા-પિતાની ઉંમર ૫૦ વર્ષ હોવી જોઈએ
દતક લેવાનાર બાળકની ઉંમર ૮ વર્ષ સુધી થી ૧૮ વર્ષ સુધી હોય તો દતકઇચ્છુક દંપતિની સંયુક્ત ઉંમર ૧૧૦ વર્ષ, તેમજ એકલા ભાવિ માતા-પિતાની ઉંમર ૫૫ વર્ષ હોવી જોઈએ
દતક ગ્રહણ માટે કોને અરજી કરવી ? : દતકગ્રહણ માટે દતકઇચ્છુક દંપતિએ કેન્દ્ર સરકારની વેબસાઇટ www.care.nic.in પર પોતાની ઓનલાઇન અરજી દાખલ કરવાની રહેશે. દતકઇચ્છુક દંપતિના પાનકાર્ડની નકલ.
દતકગ્રહણ માટે અરજી સાથે કયા દસ્તાવેજોમાં દતક ઇચ્છુક દંપતિના આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/પાસપોર્ટની નકલ/ડ્રાઇવીંગ લાયસન્સની નકલ/લાઇટબીલની નકલ/ટેલીફોન બીલની નકલ સહિતના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
