મોરબીના રામ ચોકમાં નોટ નંબરીનો જુગાર રમતા 2 ઝડપાયા

મોરબીના રામ ચોકમાં જાહેરમાં હારજીતનો નશીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમતાં બે ઈસમો રાજુભાઇ અબ્દુલભાઇ પબાણી (રહે.મોરબી શનાળા બાયપાસ ફીદાયપાર્ક) તથા મોસીનભાઇ રહીમભાઇ દલ (રહે.વાવડીરોડ મીલનપાર્ક મોરબી) વાળાને રોકડ રકમ રૂ.1600 ના મુદામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.