મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા માર્ગદર્શન મુજબ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર – પ્રોહી બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હળવદની હદ વિસ્તારમાં નવઘણ ગણેશભાઈ ઉદેચા તથા રાજુ નવઘણભાઇ ઉદેચા (રહે.બંને રાણેકપર તા.હળવદ) વાળા બંને ઇસમો વિરુધ્ધમાં ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઉપરોક્ત બંને ઈસમોએ હળવદ નગરપાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા જમીન સરકારી હોય જે ખાલી કરાવવા મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી આજરોજ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી ખાલી કરી આપેલ હોય જે જગ્યાએ મામલતદાર હળવદની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવેલ છે. જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 72,314/ નું દબાણ કરી પાકી દુકાનો 4 બનાવેલ જે જગ્યાએ ડિમોલિશન કરેલ છે.




