માળિયાના લવણપુર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત

માળીયા (મીં) તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (ઉ.વ.40) નામનો યુવક માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.