મોરબી પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલ બાતમી હક્કીત રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા હિતેષભાઈ ભોગીલાલ મહેતા (રહે જુના નગડાવાસ તા.જી.મોરબી), પ્રશાંતભાઇ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા જાતે આહિર (રહે-વિધુત્તનગર મોરબી-02), બિજલભાઇ અણંદાભાઈ સુરેલા (રહે-સોખડા તા.જી.મોરબી), દિલીપભાઈ લાભુભાઈ સુરેલા (રહે-સોખડા તા.જી.મોરબી), ) જયેશભાઇ ઉર્ફે જયેલો ગગુભાઇ મિયાત્રા (રહે જુના નાગડાવાસ તા.જી. મોરબી), માવજીભાઈ સુખાભાઈ રાઠોડ (રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી), વનરાજભાઇ રામજીભાઇ સરેસા (રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી) મળી કુલ 7 ઇસમોને રોકડ રૂ.69,050 ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એન.સગારકા નાઓ ચલાવી રહેલ છે.

