મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં મોરબી પીપળીયા રોડ નકલંક ફાટક સામે આરોપી હુશેનભાઈ હાજીભાઈ જામ (રહે. જોશનગર શેરી નં.11 લાતી પ્લોટ મોરબી) વાળાએ પોતાના હવાલાવાળા ઓટો રજીસ્ટર નં.GJ10-TZ-7692 (કિંમત રૂ.1,00,000) વાળીમા વિદેશી દારૂની બોટલ નંગ 2 (કિં.રૂ.1122) નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ મળી આવતા આરોપીને કુલ કિં રૂ.1,01,122 ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
