ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેકનામા ગામની સીમમાં આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કનકસિંહ ઝાલા (રહે. નેકનામ તા. ટંકારા)વાળાએ કબ્જા ભોગવટા વાળી મોરલાવાડી વાડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 5 (કિં રૂ.2810)ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
