મોરબી નજીક એક ફેકટરીમાં 10 વર્ષની બાળકીને ચોકલેટ-મોબાઈલની લાલચ આપીને એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી નજીક આવેલ એક ફેકટરીમાં કામ કરતા શ્રમિકની 10 વર્ષની દીકરી ઉપર ત્યાં જ કામ કરતા ભરત ભગીરથ માલવીયા (રહે.મધ્યપ્રદેશવાળા)એ ચોકલેટ અને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે દીકરીના વાલીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ ચારેલે જણાવ્યું કે પોલીસ દ્વારા આરોપી ભરતની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી 6થી 7 મહિના પૂર્વે જ અહીં કામ કરવામાં આવ્યો હતો. તે અપરણિત છે. તેની સામે ધોરણસરની કાર્યવાહી કરાઈ છે.




