મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. તથા પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીયાણા પો.સ્ટે. તથા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલ મોરબી તાલુકા પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી જીલ્લાના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હતી.
જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે ના પો.કોન્સ. દેવાયતભાઇ રાઠોડ તથા માળીયા મીયાણા પો.સ્ટે.ના પો.કોન્સ. રાજદિપસિંહ ઝાલા તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.કોન્સ શોભનાબેન મેર નાઓએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી નીચે મુજબના 23 જેટલા આશરે 3,40,486ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી પોલીસે સાર્થક કરેલ છે.




