સાસંદ રામજીલાલ સુમને વીર મહાપુરુષ રાણા સાંગા વિશે કરેલ ટિપ્પણી મુદ્દે મોરબીમાં વિરોધ

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગદળ તથા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંસદ ભવન ની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરીને વિવાદિત બયાન આપવામાં આવ્યું તેના વિરોધમાં બજરંગ દળ તથા કરણી સોના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું તથા બજરંગદળ તથા કરણી સેના દ્વારા માંગણી કરવામાં આવી કે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન તેના શબ્દ પાછા લે જાહેરમાં માફી માંગે અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તેમને એમના સાંસદ પદ ઉપરથી નિલંબીત કરવામાં આવે તે અનુસંધાને તારીખ, 28/03/25 ના રોજ સવારે 11:15 કલાકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામા આવ્યો તથા મોરબી જિલ્લા કલેકટર દ્વારા માનનીય રાષ્ટ્રપતિજીને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યુ છે. જેમા મોરબી જિલ્લા ના તમામ જવાબદાર પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.