મોરબીના સાપર ગામની સીમ પાવળીયારી પાસે મેગાટ્રોન સિરામિક કારખાના પાછળ પાણી ભરેલ ખાડામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મુળ ગાંધીનગરના વતની અને હાલ મોરબીના સાપર ગામની સીમ પાવળીયારી પાસે મેગાટ્રોન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ નામનો 20 વર્ષીય યુવક વહેલી સવારે મેગાટ્રોન સિરામિક કારખાના પાછળ આવેલ પાણી ભરેલ ખાડા નજીક કુદરતી હાજતે ગયેલ બાદ ઘરે પરત આવેલ નહીં અને યુવકની લાશ પાણી ભરેલ ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.



