મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 41 ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હતી.

જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા નાઓએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના મોબાઇલ નંગ. 41 કી.રૂ. 8,37,047ના શોધી અરજદારોને પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસએ સાર્થક કરેલ છે.