મોરબીના માળીયા ફાટકે એક્ટિવામાં દારૂની બોટલ લઈ નીકળેલ એક ઈસમ ઝડપાયો

મોરબીના માળીયા ફાટક નજીકથી એક્ટિવામાં દારૂની બોટલ લઈ નીકળેલ એક ઈસમને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક નજીકથી એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી રવુભા રમેશભાઈ બળદા (રહે.સો ઓરડી મોરબી) વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 670 સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ 50 હજારના એક્ટિવા સહિત 50,670નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ઇસમ વિરૂદ્ધ સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.